Skip to content

Cookies 🍪

This site uses cookies that need consent.

હડકવો (રેબિસ)

Category:General Health
Date:04 May 2024

કયા પ્રાણીઓ સામાન્ય રીતે રેબિસના વાયરસનું પ્રસારણ કરે છે ?

·         જંગલી પ્રાણીઓ : જેમ કે કૂતરા, બિલાડી, રેકૂન, ચામાચીડિયા, શિયાળ અને કોયોટ્સ.

·         રખડતા પ્રાણીઓ : ખાસ કરીને જો તેમની રેબિસ રસીકરણની સ્થિતિ અજાણ હોય.

·  ઘરેલું પ્રાણીઓ : જો તેમને હડકવા થવાની સંભાવના હોય અથવા તેમની રેબિસ રસીકરણની સ્થિતિ અનિશ્ચિત હોય.

તમે જે પ્રાણીને કરડ્યું હતું તેને હડકવો છે કે નહીં તે તમે કેવી રીતે ખબર પડે ?

પ્રાણીનું પરીક્ષણ કર્યા વિના જાણવાની કોઈ રીત નથી, પરંતુ કેટલાક સામાન્ય ચિહ્નો તમને હડકવાગ્રસ્ત પ્રાણીમાં જોવા મળી શકે છે :

  • પ્રાણી બિમાર દેખાવો.

  • પ્રાણીને ગળવામાં તકલીફ પડતી હોય.

  • મોઢામાંથી વધુ પડતી લાળ ટપકતી હોય.

  • પ્રાણી અતિશય આક્રમક થઈ ગયું હોય.

  • પ્રાણી કાલ્પનિક વસ્તુઓને કરડતું હોય.

હડકાયો પ્રાણીના કરડે તો શું કરવું જોઈએ ?

  • ઘાને સાબુ અને વહેતા પાણીથી સાફ કરો.

  • ઘાને ઢાંકશો નહીં. તેને ખુલ્લું રાખવું શ્રેષ્ઠ છે.

  • કોઈપણ પ્રાણીના કરડવા પછી અથવા જંગલી અથવા અજાણ્યા પ્રાણીવડે ઘા થતા ડૉક્ટરની મુલાકાત લો.

  • જો તમે છેલ્લા પાંચ વર્ષમાં ઘનુંરની રસી ન લીધી હોય તો એ ખાસ લઇ લેવી.

હડકવાની રસી ક્યારે જરૂરી છે?

·         જો તમને કોઈ જંગલી પ્રાણી અથવા અસામાન્ય વર્તન દર્શાવતું હોય એવો પ્રાણી કરડે તો હડકવાની રસી લેવી જરૂરી છે.

·         જો પ્રાણી કરડે પછી આ રસી જેટલી વહેલી આપવામાં આવે તેટલી એ વધારે અસરકારક હોય છે. રસી આપવાનો સમય એ વાયરસને આગળ વધતો અટકાવવા માટે નિર્ણાયક છે.

·         હડકવાથી સંક્રમિત પ્રાણીઓના કરડતા જો ઊંડો ઘા થયો હોય તો 'ઇમ્યુનોગ્લોબ્યુલિન' નામના વધારાના ઇન્જેક્શન લેવાની જરૂર પડે છે. આ ઇન્જેક્શન મોટી સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ હોય છે.

હડકવાની રસી કઈ રીતે લેવાની હોય છે ?

·         પ્રથમ ડોઝ: કરડવા પછી શક્ય તેટલી વહેલી તકે આપવો જોઈએ.

·         પછીના ડોઝ: ઘા કેટલો ઊંડો છે એ પ્રમાણે આગળના ડોઝ નક્કી થાય છે. ડોઝના ચોક્કસ શેડ્યૂલ વિશે ડૉક્ટરની સલાહ લેવી.

·         હડકવાની રસીની અસરકારકતા માટે ભલામણ કરેલ સમયપત્રકનું તાત્કાલિક અને સંપૂર્ણ પાલન જરૂરી છે.

હડકાયેલા પ્રાણી વિશે જાણ કેવી રીતે કરવી?

·         તમારી સ્થાનિક પ્રાણી નિયંત્રણ એજન્સીનો સંપર્ક કરો.

·         પ્રાણીને જાતે પકડવાનો પ્રયાસ કરશો નહીં.

·         ફોન કરતી વખતે પ્રાણીની વર્તણૂક, એનું સ્થાન અને અન્ય કોઈપણ સંભવિત પ્રશ્નો વિશે વિગત આપવા માટે તૈયાર રહો. જો શક્ય હોય તો, પ્રાણીનો ફોટો લો.

Download Health Diaries

Gujarati

Download