કારણો
• જઠરના એસિડને પાછા આવતા અટકાવનાર અન્નનળીના વાલ્વની નબળાઇ.
• મોટી માત્રામાં ખાવું અથવા મોડી રાત્રે ખાવું.
• જમ્યા પછી તરત જ સૂઈ જવું.
• સ્થૂળતા.
• ધૂમ્રપાન અથવા સેકન્ડ હેન્ડ સ્મોકિંગ.
• દારૂ.
• ચરબીયુક્ત ખોરાક અથવા મસાલેદાર ખોરાક.
• કાર્બોનેટ પીણાં અને કેફીનયુક્ત પીણાં.
• સગર્ભાવસ્થા.
• હાયટસ હર્નીયા.
• અમુક દવાઓ.
લક્ષણો
• છાતીમાં બળતરા થવી.
• છાતીમાં દુખાવો થવો.
• મોઢામાં ખાટું પાણી આવવું.
• ગળામાં દુઃખાવો થવો.
• ઓડકાર આવવા.
• શ્વાસમાં દુર્ગંધ આવવી.
• શ્વાસની તકલીફ થવી
• પેટમાં ભરાવો લાગવો.
• ઊબકા આવવા.
કોમ્પલીકેશન
• અન્નનળીનો સોજો – અન્નનળીની ચામડીમાં સોજો જે રક્તસ્રાવ અને અલ્સર તરફ દોરી જઈ શકે છે.
• અન્નનળી સાંકડી થવી – વારંવાર ચાંદા પડતા અન્નનળી સાંકડી થવાથી ગળવામાં તકલીફ થઇ શકે છે.
• બેરેટ ઇસોફેગસ - પેટના એસિડથી લાંબા સમયના નુકસાનને કારણે અન્નનળીના અસ્તરમાં કેન્સરની પહેલાના સ્ટેજ જેવા ફેરફારો થઇ શકે છે.
• લાંબા સમય સુધી ચાલતી ઉધરસ અથવા અસ્થમા થઇ શકે છે.
નિદાન
· રોગના લક્ષણો, તીવ્રતા અને વધારનાર અને ઘટાડનાર પરિબળો વિષે ડોક્ટર દ્વારા પૂછતાછથી ઘણા બધા દર્દીઓમાં આ રોગ પકડાઈ શકે છે.
તપાસો:
o એન્ડોસ્કોપી - અન્નનળીમાં એક કેમેરો ઉતારી પેશીઓને નુકસાન અથવા કોઈપણ અસામાન્ય વૃદ્ધિની તપાસ કરવી.
o ઇસોફેજીયલ મેનોમેટ્રી - આહાર કે પાણી ગળતી વખતે અન્નનળીના સ્નાયુઓના લયને ચકાસવા માટે તપાસ.
o અન્નનળીમાં એસીડના પ્રમાણનો અભ્યાસ - એક પરીક્ષણ કે જે તમારા અન્નનળીમાં એસિડ ક્યારે અને કેટલો સમય રહે છે તે તપાસે છે.
o બેરીયમ સ્વાલો - અન્નનળી સાંકડી બની રહી છે કે નહીં તે શોધવા માટે તપાસ.
ઉપચાર અને પ્રિવેન્શન
· જીવનશૈલીમાં ફેરફાર:
o જી.ઈ.આર.ડી. વધારનાર ખોરાક લેવાનું ટાળો.
o હળવો આહાર લો.
o ભોજન પછી ૩ કલાક માટે સુવું કે આડું પડવું નહીં.
o ધૂમ્રપાન અને દારૂ નિષેધ.
o વજન ઘટાડવો
o ઊંઘતી વખતે શરીરનો ઉપરનો ભાગ ઉંચો રાખવો.
· દવાઓ - વિવિધ પ્રકારની એન્ટાસિડ દવાઓ લઇ શકાય છે.
· શસ્ત્રક્રિયા - જો દવાઓ અને જીવનશૈલી ફેરફારથી ફાયદો ન થાય તો:
o નિસાન ફંડોપ્લિકેશન નામક સર્જરી કરી શકાય છે જેમાં સર્જન તમારા નીચલા એસોફેજલ સ્ફિન્ક્ટરની આસપાસ તમારા પેટના ઉપરના ભાગને લપેટી લે છે જેથી વાલ્વ જેવી કામગીરી ફરીથી બનાવી શકાય.